લોકસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા છે. તેઓ ત્યાં લગાતાર 48 કલાક ધ્યાન કરીને પોતાને રેલક્સ કરશે. કન્યાકુમારીમાં
પ્રતિષ્ઠિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં તે બે દિવસ ધ્યાન કરશે. આ એ જ જગ્યા છે જ્યાં એક સમયે સ્વામી વિવેકાનંદ ધ્યાન કરતા હતા.
એમનો એક પેટર્ન છે
આ પીએમ મોદીનો નીરાત કરવાનો એક પેટર્ન છે, જે દર ચૂંટણી પછી લેવામાં આવે છે. પીએમ મોદીએ 2019ની લોકસભા ચૂંટણી બાદ પણ આવી જ રીતે કર્યું હતું. વર્ષ 2019 માં મોદીએ ઉત્તરાખંડની મુલાકાત લઈ કેદારનાથ મંદિર પાસેની ગુફામાં ધ્યાન કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી 30 મેથી લઇને 1 જૂન સુધી કન્યાકુમારીના ધ્યાન મંડપમમાં લગાતાર 48 કલાક ધ્યાન કરશે. સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રોક મેમોરિયલ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે 1892માં ધ્યાન કર્યું હતું. એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદે દેશભરમાં ભ્રમણ કર્યા પછી અહીં ત્રણ દિવસ ધ્યાન કર્યું અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.