T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ પર મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો છે. રાજસ્થાનના પ્રખ્યાત સટ્ટા બજાર જે ફલોદી સટ્ટા બજાર તરીકે ઓળખાય છે ત્યાં આ મેચને લઈને ભારે માહોલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેમના પર 41 હજાર કરોડ રૂપિયાથી વધુનો સટ્ટો લગાવવામાં આવ્યો છે. સટ્ટાબાજીના બજારમાં ભારતના ભાવ 65 પૈસા અને પાકિસ્તાનનાં ભાવ 1 રૂપિયો 50 પૈસા છે.
યુએસ જેવી નવી ટીમ સામેની હાર બાદ પાકિસ્તાનનાં ભાવ માં ગણા ફેરફાર થયા છે. બુકીઓની પહેલી પસંદ ભારત જ છે, તેમનું માનવું છે કે જો પાકિસ્તાન યુએસ જેવી ટીમ સામે હારી શકે છે તો તે ભારતની સામે કેવી રીતે જીતશે. યુએસ સામે હાર્યા બાદ ભારત અને પાકિસ્તાનની ભાવનાઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને યોજાનારી T20 ક્રિકેટ મેચને લઈને સટ્ટા બજારમાં વાતાવરણ ધર્બેસલાટ છે.