બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આનંદ નમકીનના પેકેટમાંથી મૃત ગરોળી મળી છે.
બાળકોના નાસ્તા માટે લાવેલા નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી. ખરીદનાર વીરમાજી વર્ણાજી રાજપૂતનો દાવો છે કે 15 દિવસ સુધી આ નમકીન નાસ્તો આપવાથી બાળકોને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા છે. ઉલ્ટી અને ઝાડા થયા બાદ જ્યારે પરિવારે નમકીનનું પેકેટ ખોલ્યું તો તેમાં મૃત ગરોળી જોવા મળી. આ સમગ્ર મામલે બાળકોના પરિવારજનોએ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને લેખિતમાં જાણ કરી છે.