જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા આ દીવસોં ઘણી ચર્ચામાં છે, કારણ કે કોલેરા જાહેર થવા પછી ફૂડ વિભાગ હવે સડક ઉપર પાણીપુરી વેચતા રેકડિયું ઉપર પણ દરોડા મારી રહી છે. પણ વિચારવા જેવી વાત એ છે કે તેઓ કોલેરા થયા પછી જ કેમ જગ્યા ? શું તેઓ શહેરમાં કોલેરા જેવા રોગ થવાની રાહ જોતા હતા અથવા તેઓને વિશ્વાસ હતો કે બધું બરાબર ચાલી રહ્યું છે.
હમેશા ઓછા સ્ટાફની ફરિયાદ કરનાર જેએમસી નો ફૂડ વિભાગ જાણે છે કે શહર અને ગાવોની દરેક શેરી અને ખૂણેમાં રેકડી અને સાઇકલ ઉપર પાણીપુરી, ઘુઘરા, દાબેલી અને ભજીયા વેચતા સેંકડો છે. ત્યારે કદાચ વિભાગ કેટલાકને તપાસીને ડર પેદા કરવા માંગે છે, પરંતુ તેઓ એ પણ સારી રીતે જાણે છે કે તેમનાથી કોઈ ડરતું નથી, નહીં તો તેઓ મોટી હોટલથી લઈને નાના રેકડીવારા સુધી ગંદી અને વાસી વાનગીઓ પીરસવાની હિંમત કેવી રીતે કરી શકે છે.
શહેરમાં ઘણી જગ્યાએ લીલા બોટલોમાં ઠેરીની સોડાનું વગેર લેબલ કા ગલત લેબલ લગાવી વેચાણ થઈ રહ્યું છે, પરંતુ જેએમસી નાં ફૂડ વિભાગને આમાં રસ નથી.. કારણ કે તેઓ કોક મોટી ઘટના એના થી બને એની રાહ જોઈ રહ્યા છે. આ ઠેરીની સોડા સામે મજબૂત પુરાવા મળ્યા બાદ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહીના નામે સીલ કરાયેલા પ્રોડક્શન હાઉસે કોઈ પણ જાતના ડર વગર બીજા જ દિવસે બીજા જ સ્થળેથી આ જ કોલ્ડ્રિંક બનાવી શહેરમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. તમે સમજી શકો છો કે આવું કેમ અને કેવી રીતે બન્યું અને એવા ગલત કરનાર માણસો ને હિંમત કયાથી આવે છે !
થોડોક પણ સમજદાર વ્યક્તિ હોય તો તેને ખબર પડે છે કે કોલેરા ગંદુ પાણી પીવાથી થાય છે અને લોકોના ઘરમાં આવતા પીવાના પાણીની ચકાસણી કરવાની સત્તા ફૂડ વિભાગ પાસે નથી.
છેલ્લા એક મહિનામાં શહેરની અનેક જાણીતી બ્રાન્ડ, રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં કોઈને કોઈ ખોટી વસ્તુ મળી આવી છે, પરંતુ ફૂડ વિભાગે એક પણ બ્રાન્ડ, રેસ્ટોરન્ટ કા હોટલ સામે કોઈ પણ કડક કાર્યવાહી કરવાની હિંમત બતાવી નથી. તેમના અધિકારીઓ નું કહેવું છે કે જો પેકેટ ખોલ્યા બાદ તેમાં કંઇક ખોટું નીકળે તો આપણે કેવી રીતે માની શકીએ કે તે જ પેકેટમાંથી જ ખોટી વસ્તુ નીકળી છે ? બોલો….
હવે તેમને કોણ સમજાવશે કે જ્યાં સુધી પેકેટ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તેમને કેવી રીતે ખબર પડશે કે અંદર સ્વચ્છ વાનગી છે કે મરેલો ઊંદેડો, દેડકો અથવા નટ બોલ્ટ જેવો કાઈક છે ? તે પેકેટ નાં અંદરથી બોલી નથી શકતા ને કે અમે અંદર છી, એ પણ મરેલા ! અથવા સાહેબ એમ કહેવા માંગે છે કે એક જ વખત પેકેટ માં એવું ગલત વસ્તુ નહિ કાયમી નીકળે તોજ અમે કડક પગલાં લેશું. વાસ્તવમાં ખાદ્ય વસ્તુઓમાં કંઇક ખોટું જણાય ત્યારે તેઓ કાર્યવાહીના નામે સેમ્પલ લઈને ઔપચારિકતા બતાવવાની મજબૂરી જેએમસી નો ફૂડ ડિપાર્ટમેન્ટ અનુભવે છે, નહીં તો તે ઉચ્ચ અધિકારીઓ અને જનતાને કેવી રીતે જવાબ આપશે ?
આપણી ભાષામાં કહીએ તો, આ ફૂડ વિભાગનો હૃદય એટલું મોટું છે કે તેઓ બોલી શકતા નથી, પરંતુ તેઓ સામાન્ય જનતાને સંદેશ આપવા માંગે છે કે ક્યારેક ભૂલો થઈ જાતી હોય છે, ક્યારેક ખાદ્યપદાર્થોમાં દેડકા, ઉંદેડા, નટ બોલ્ટ જેવી વસ્તુઓ નીકળી જાતી હોય છે…મોટી મોટી કંપનીઓ અને બ્રાન્ડ ને અમારા જેમ માફ કરો ને બાપા !