પ્રખ્યાત છાશ બ્રાન્ડ છાસવાલાના ઉત્પાદનોમાં જીવાતઓની ફરિયાદ મળતા, જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પટેલ કોલોની સ્થિત છાસવાળા આઉટલેટ પર દરોડો પાડ્યો અને નમૂનાઓ એકત્ર કર્યા. આ ઉપરાંત આઉટલેટ પર 10,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદ વિભાગમાં પણ એમની ફરિયાદ કરવામાં આવી છે જેથી છાસવાલાના મેન્યુફેક્ચરિંગ યુનિટ સામે પણ કાર્યવાહી થઈ શકે.