આ દિવસોમાં ગર્મી એટલી વધી રહી છે કે લોકોએ દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે.  ગર્મીથી બચવા માટે કૂલર, એસી અને પંખા વિના એક ક્ષણ પણ રહેવાનું વિચારીએ તો પણ પરસેવાથી તરબતર થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ 1200 ડિગ્રીથી વધુ ગરમીમાં 6 થી 8 કલાક સુધી કોઈ પણ કુલર, પંખા અને એસી વગર સતત કામ કરે છે, તો તમે તેને શું કહેશો ?  આવું ગુજરાતના જામનગરમાં થઈ રહ્યું છે.

ગુજરાતનું જામનગર, જે રિલાયન્સની રિફાઈનરી અને બ્રાસ પાર્ટ મેન્યુફેક્ચરિંગ માટે વિશ્વભરમાં જાણીતું છે.  સાથે જામનગર એશિયાનું સૌથી મોટું બ્રાસ પાર્ટસ ઉત્પાદન કેન્દ્ર પણ છે. અહીંથી પિત્તળના પાર્ટ્સ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.  પિત્તળના આ પાર્ટ્સ બનાવવા માટે, સૌ પ્રથમ પિત્તળની ધાતુની વિવિધ કાચી વસ્તુઓને ઝળહળતી ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે જે ફાઉન્ડ્રી તરીકે પણ ઓળખાયે છે અને તેમાંથી સળિયા અથવા વાયર જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે.  જેમાંથી જુદા જુદા પાર્ટસ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે.

ફાઉન્ડ્રીમાં એટલે કે ભઠ્ઠીમાં જ્યાં પિત્તળના કાચા માલને ઓગાળીને સળિયા કે વાયર બનાવવામાં આવે છે ત્યાં તાપમાન 1200 ડિગ્રીથી વધુ હોય છે. નવાઈની વાત તો એ છે કે આ ખતરનાક ગર્મીમાં આ અસહ્ય તાપમાનમાં કામદારો 6 થી 8 કલાક કોઈપણ જાતની ફરિયાદ વગર કામ કરે છે. તે પણ કુલર, પંખા અને એસી વગર.

error: Content is protected !!