જ્યાં રાજકોટ અને અમદાવાદના જેવા સરકારી બસોના એસટી બસ સ્ટેન્ડ નવા અને આધુનિક બની ગયા છે ત્યારે જામનગર એસટી બસ સ્ટેન્ડ ખંડેરથી ઓછું નથી. એવું નથી કે આ માટે કોઈએ પ્રયત્નો કર્યા નથી. આ મુદ્દે ખુદ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા છે પરંતુ તેમના પ્રયત્નો પણ પૂરતા નથી. જામનગર એસટી બસ સ્ટેન્ડની ઈમારત જોઈને કોઈપણ કહી શકે છે કે તેની ઉંમર પૂરી થઈ ગઈ છે અને સાધના કોલોનીની જર્જરિત ઈમારતની જેમ તે પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. સરકારી તંત્ર અને સરકાર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. જો આધુનિક સુવિધાઓ ન આપવામાં આવે તો પણ ચાલે પરંતુ અહીં દરરોજ હજારો-લાખો મુસાફરો પોતાના જીવને દાવ પર લગાવીને આ જર્જરિત ઈમારતમાં આવે છે એનો શું ?
ફાયર ઈકિપમેન્ટ્સ નાં તો નામો નિશાન નથી ત્યાં
રાજકોટ આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં જ્યાં સરકારી સ્ટાફ ફાયરના સાધનોની ચકાસણી કરવા અને તેની વ્યવસ્થા અમલમાં મૂકવા માટે અથાક મહેનત કરી રહ્યો છે, ત્યાં જામનગર એસટી બસ સ્ટેન્ડ પર ફાયરના સાધનોની જ નથી જે છે તે સાવ બંગાર થઈ ગયા છે છતાઈ એના ઉપર કોઈનું ધ્યાન જ નથી જાતો.