સમગ્ર મામલો MP નો છે. ત્યાં ભોપાલ લોકસભા સીટ માટે વોટિંગ દરમિયાન એક સગીર બાળકને દ્વારા વોટ આપવા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.  આ વીડિયો જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપના નેતા વિનય મેહરે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો પરંતુ જાહેરમાં આવ્યા બાદ આ વીડિયોને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

આ મામલો મધ્ય પ્રદેશ રાજ્ય નિર્વાચન આયોગ નાં ધ્યાન પર આવ્યા બાદ, મધ્યપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે પીઠાસીન અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા અને પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 128 અને IPCની કલમ 188 હેઠળ વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ FIR પણ નોંધી હતી.  વાસ્તવમાં, વીડિયોમાં દેખાતો એક વ્યક્તિ એક નાના બાળક સાથે મતદાન કેન્દ્ર પર જઈ રહ્યો હતો અને આ નાનો બાળક ઈવીએમ બટન દબાવતો હતો. પીઠાસીન અધિકારી સહિત સમગ્ર પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરવામાં આવી છે.  ત્યાં હાજર હેડ કોન્સ્ટેબલ ને પણ લાઈન અટેચ કરી દેવામાં આવ્યો છે.

error: Content is protected !!