મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ (તારક મહેતાનાં સોઢી) ક્યાં છે તે અંગે હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. તપાસ કરતાં ગુરુચરણના દસથી વધુ બેંક ખાતા સામે આવ્યા છે. તેમજ તેના એક કરતા વધુ જીમેલ એકાઉન્ટ પણ છે. ગુરુચરણના પરિવારના સભ્યો 22 એપ્રિલથી તેમના પુત્રની રાહ જોઈ રહ્યા છે.
તારક મહેતા કાર્યક્રમમાં સોઢીનું પાત્ર ભજવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ છે. તેનો પરિવાર, મિત્રો અને પોલીસ બધા ગુરુચરણને શોધી રહ્યા છે પરંતુ તે મળી રહ્યા નથી. છેલ્લે સીસીટીવીમાં ગુરુચરણ ઈ-રિક્ષામાં જતા જોવા મળ્યા છે.