તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગાયબ છે. તેનો પરિવાર ઘણો પરેશાન છે. તેની પાસે બે મોબાઈલ નંબર છે અને બંને નંબર સ્વીચ ઓફ છે.

તેના પિતાએ પોલીસમાં એમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તે છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદથી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. અભિનેતા મુંબઈની ફ્લાઈટ લેવા એરપોર્ટ પહોંચી ગયા હતા પરંતુ અભિનેતા ન તો મુંબઈ પહોંચ્યો અને ન તો ઘરે પાછો આવ્યા.

error: Content is protected !!