પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ છેલ્લા 25 દિવસથી ગાયબ હતા. તેના પરિવારજનોએ પોલીસને તેના ઘુમશુદગીની રિપોર્ટ લખાવી હતી. પોલીસ તેમને શોધી રહી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આખરે ગુરુચરણ સિંહ પોતે જ પાછા આવી ગયા. 22મી એપ્રિલથી તે સંપૂર્ણપણે ગુમ હતા.
ગુરુચરણે પોલીસને જણાવ્યું કે તે સાંસારિક જીવનનો ત્યાગ કરીને ધાર્મિક યાત્રાએ ગયો હતા. પાછા આવ્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ સાથેની તેની તસવીર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે.