T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાનો છે. આ ઐતિહાસિક ઇવેન્ટ પહેલા આવેલા એક સમાચારે બધાને ચોંકાવી દીધા છે. જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન આતંકવાદી હુમલાનો ની ધમકી મળી છે.

આ ધમકી ઉત્તરી પાકિસ્તાનથી આવ્યી છે, જ્યાંથી આતંકવાદી સંગઠન IS (ઈસ્લામિક સ્ટેટ)એ T20 world cup દરમિયાન હુમલાની ધમકી આપી છે. આ સાથે કેરેબિયન દેશોને નિશાન બનાવવાની ધમકીઓ પણ મળી છે.

 વેસ્ટઈન્ડિઝે એ ટી20 વર્લ્ડકપ 2024 માટે સંપૂર્ણ અને કડક સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024ની મેચો એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, સેન્ટ વિન્સેન્ટ, સેન્ટ લુસિયા, ગુયાના અને ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં યોજાશે.  અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં પણ મેચો છે, પરંતુ ત્યાં માટે કોઈ ધમકી નથી. બે સેમીફાઈનલ ત્રિનિદાદ અને ગયાનામાં રમાશે અને ફાઈનલ બાર્બાડોસમાં રમાશે.

આ T20 world cup માં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી આયર્લેન્ડ સામે T20 world cup 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. 9 જૂન 2024ના રોજ ન્યૂયોર્કમાં ભારત પાકિસ્તાન સાથે મેચ છે.

error: Content is protected !!