પાછલા 24 કલાકથી જામનગર ખાસ કરીને જામનગરના ગામડામાં ઘણો વરસાદ વરસી ગયો છે. અમુક જગ્યાએ તો હાલાત એવા છે કે ટ્રકથી લઈ, પોલીસ ચોકી સુધી અને ભેંસો થી લઈ ફોરવીલ સુધી બધાઈ વરસાદી પાણીમાં રમકડા જેમ તરાઈ રહ્યા છે. મંદિરો જલમગ્ન થઈ ગયા છે અને કેટલાક હાઇવે અને રસ્તા બંધ થઈ ગયા છે.
કાલાવાડ ની હાલત એવી છે કે કોઈ ને અંદરથી ગામની બારે જવું હોય તોય શક્ય નથી અને કોઈને ભારેથી ગામમાં આવું હોય તો એ શક્ય નથી, કારણ કે કાલાવાડ ના બધાઈ રસ્તા જે એમને બીજા ગામડા અને શહેરોથી જોડે છે બધાઇ પૂરના લીધે બંધ થઈ ગયા છે. પણ વરસાદ છે કે બંધ થાતી જ નથી.
રિપોર્ટર : દેવરાજ વૈષ્ણવ