જામનગરના ધ્રોલ ગામના 748 લોકોને હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવવાની ચીમકી આપી છે. અહીના હિંદુઓ એટલા પરેશાન છે કે તેઓએ પહેલા સ્થાનિક આગેવાનો અને અધિકારીઓને સમસ્યાના ઉકેલ માટે અરજી કરી હતી, પરંતુ ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવતાં તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ પ્રશ્નનો ઉકેલ લાવવા વિનંતી પણ કરી હતી, જો કોઈ નિકાલ ન મળ્યું, તો 748 હિંદુઓએ મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે કલેક્ટરને અરજી કરી.

વાત એમ છે કે ધ્રોલ ગામ એક ખૂબ જ પ્રાચીન સત દેરી મંદિર છે, ધ્રોલના મોટાભાગના હિંદુઓ આ મંદિરમાં દર્શન માટે જાય છે, લાંબા સમયથી આ મંદિરના એકમાત્ર માર્ગમાં માંસ અને મટનનો કચરો ફેંકવામાં આવે છે, જેના કારણે લોકો અહીં જઈ નથી શકતા. લાંબા સમયથી આ લોકોને મંદિરમાં દર્શન કરવા માટે ખૂબ જ મુશ્કેલ થાય છે.  આ બાબતે સ્થાનિક હિંદુઓએ સૌપ્રથમ નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોને આ સમસ્યાના નિરાકરણ માટે અરજી કરી હતી, જ્યારે લાંબા સમય સુધી કોઈ નિરાકરણ આવ્યું ન હતું, ત્યારબાદ તેઓએ  ધારાસભ્ય અને પછી મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી હતી. પણ ત્યાં થી પણ સમસ્યા નો કોઈ હલ કરવા માં આવ્યો નહીં.

ક્યાંયથી પણ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતાં થાકી હારી ને ગામના 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે કલેકટરને અરજી કરી દીધી.

આ સમાચાર વાઇરલ થતાં જ તંત્ર તરફથી કાર્યવાહી શરૂ કરવા માં આવી અને અંતે કલેકટરે જાતે જ ત્યાં સફાઈનો આદેશ આપ્યો. અને મંદિરના માર્ગ પર ખોટી ગંદકી ફેંકવામાં આવે તો દંડઆત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે એવો આદેશ કલેકટર સાહેબે આપ્યો છે. પોતે જ સાંભળો અને જુઓ કે સ્થાનિકો શું કહે છે અને કલેક્ટર સાહેબે શું કીધું …

error: Content is protected !!