જામનગરમાં પૂર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સર્વે કરી રહી છે. વાસ્તવમાં સર્વે માત્ર નામ નો છે. JMC ની સર્વે ટીમ માં માત્ર શિક્ષકો જ છે. જે પૂર પ્રભાવિત ઘરોની મુલાકાત લઈ રહી છે અને લોકોને માત્ર અડધા ફોર્મ ભરવા માટે કહી રહી છે. ટીમ કહી રહી છે કે ફોર્મમાં માત્ર નામ લખો અને સહી કરો, સાથે આધાર કાર્ડ અને અન્ય ઓળખ કાર્ડની ફોટોકોપી આપો, બાકીનું ફોર્મ મામલતદાર સાહેબ દ્વારા ભરવામાં આવશે. તેઓ નક્કી કરશે કે કોને કેટલું નુકસાન થયું છે. કોને અને કેટલું નુકસાન થયું છે તે અંગેની ફોર્મમાં કોલમ પણ ખાલી રાખવામાં આવી રહ્યો છે.
જોવો વીડિયો છેલે…
સર્વે ટીમના જણાવ્યા અનુસાર, દરેક પ્રભાવિત ઘરને સમાન રકમ જ મળશે, પરંતુ તે ક્યારે મળશે તે નથી ખબર અને મહત્તમ રકમ ₹5000 ની આજુ બાજુ હશે. એટલે કે, જો કોઈ ઘરમાં કોઈ પણ નુકશાન ન થયું હોય પરંતુ તે ફોર્મ ભર્યું હોય, તો તેને પણ લગભગ ₹ 5000 ની રકમ મળશે અને જો કોઈ ઘરનું આખું ઘર અને તેની બધી કિંમતી વસ્તુઓ ડૂબી ગઈ હોય, તો તેને પણ લગભગ ₹ 5000 ની રકમ મળશે.
બીજા શબ્દોમાં કહીએ તો, સર્વેના નામે જામનગર મહાનગરપાલિકા માત્ર લોકોના KYC અને ઘરમાં કેટલા સભ્યો છે તેની માહિતી એકત્ર કરી રહી છે.
જય હો JMC ની….