જામનગર તા.૧૪ નવેમ્બર, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓમાં પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી ફરજિયાત હોવાથી તા.૧૨ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં ઓનલાઇન અરજી દાખલ કરીને તેની પ્રિન્ટ મેળવીને જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજીના પ્રથમ પાના ઉપર દર્શાવવામાં આવેલ નોડલ એજન્સી/ કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે નજીકના પશુદવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
++++++

error: Content is protected !!