લોકસભા ચૂંટણીનાં આજે અંતિમ ચરણ નું મતદાન થઈ રહ્યું છે. એમાં બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ ઓડિશા અને ઝારખંડ શામિલ છે.
આ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક્ટરો કંગના રનૌત, રવિ કિશન, કાજલ નિષાદ,પવન સિંહ, કેન્દ્રીય મંત્રીઓ આરકે સિંહ, મહેન્દ્ર નાથ પાંડે, અનુપ્રિયા પટેલ, અનુરાગ ઠાકુર અને પંકજ ચૌધરી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
યુપીના સીએમ આદિત્યનાથ યોગી, આપના નેતા રાઘવ ચડ્ડા, બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડડા, આજે ડી પ્રમુખ લાલુ યાદવ, ક્રિકેટર હરભજન સિંહ, એક્ટ્રેસ દીપિકા સિંહ અને એક્ટર રવી તેજા એ આપ્યું મત.
રાહુલ ગાંધી અને પીએમ મોદીએ ટ્વિટર પર આ પોસ્ટ કરીને પોતાનો મત આપવા અપીલ કરી છે.