દરેકને લાગે છે કે નેશનલ સ્તરે રેસિદેન્ટ ડૉક્ટરોની હડતાળનો મુખ્ય મુદ્દો માત્ર કોલકાતામાં બનેલી ઘટના લીધે છે પરંતુ એવું નથી. રેસિડેન્ટ ડોકટરો, ખાસ કરીને મહિલા રેસિડેન્ટ ડોકટરોની સુરક્ષા હંમેશા ગંભીર મુદ્દો રહ્યો છે પરંતુ કોલકાતાની ઘટના બાદ આ મુદ્દો સળગી ગયો છે. કોઈ પણ વ્યક્તિ આવીને મહિલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે ગેરવર્તન કરે અથવા તો તેમને મારી નાખે તે હવે સહન કરી શકાશે નહીં. દેશભરના રેસિડેન્ટ તબીબો હવે આ મુદ્દા ઉપર એકજૂટ છે અને વિરોધ દર્શાવે છે.
જામનગરમાં પણ દેશભરની સરકારી હોસ્પિટલોની જેમ ઓપીડી અને વોર્ડમાં રેસિડેન્ટ ડોકટરોની સેવાઓ બંધ છે. જેના કારણે સરકારી આરોગ્ય સેવાઓ હલી ગઈ છે. સરકારી હોસ્પિટલોમાં જે અલગ અલગ વિભાગો નાં પ્રમુખો માત્ર 15 થી 20 મિનિટ માટે ક્યારે ક્યારે ફરવા આવતા હતા તેઓને હવે રેસિડેન્ટ ડોક્ટરોની ગેરહાજરીમાં કલાકો સુધી વોર્ડ અને ઓપીડીમાં રહેવું પડે છે. નર્સિંગ સ્ટાફ નો પણ હાલ એવો જ છે. તે બધા હવે રેસિડેન્ટ ડોક્ટરોની વેલ્યુ સમજી રહ્યા છે.
જામનગરનાં સરકારી રેસિડેન્ટ ડોકટરોએ કીધું કે તેમને રાત્રે ડ્યુટી દરમિયાન દર્દીઓના પલંગ ઉપર સૂવું પડે છે. તેમના માટે કોઈ સારી વ્યવસ્થા નથી અને મહિલા રેસિડેન્ટ ડોક્ટરો માટે પણ જીજી માં યોગ્ય વ્યવસ્થા નથી. તેમની સુરક્ષાની તો વાત જ જવા દિયો. કેટલાક સીસીટીવી કેમેરા પણ બંધ છે, સિક્યોરિટી વારા રાત્રે નથી હોતા. રેસિડેન્ટ ડોકટરો વર્ષોથી જીજી પ્રશાસનને આ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ ખાતરી પણ ત્યાંથી મળી નથી. આ મરેલું સિસ્ટમ વર્ષોથી આમ જ ચાલે છે અને હાલે છે.
રેસિડેન્ટ ડોક્ટરનું કહેવું છે કે અમે ભણીને ડોક્ટર બનવા આવ્યા છીએ, ક્યાં સુધી તંત્ર સાથે લડીશું. અમે કંટાળીને જેમ છે તેમ સ્વીકારીએ છીએ, પરંતુ હવે જ્યારે આ મુદ્દો સામે આવ્યો, નેશનલ થઈ ગયો છે, અમે સિસ્ટમને ઠીક કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.
તમે પોતે જ સાંભળો કે રેસિડેન્ટ ડોક્ટરના લોકલ ઉપપ્રમુખે શું કહ્યું, ક્યારે તે લોકો હડતાળ પૂરી કરી રહ્યા છે …