જામનગરમાં ગાય અને ખૂંટિયા જેવા પાલતુ પ્રાણીઓ ભગવાન ભરોસે જ છે. આ ખાનગી પશુઓના માલિકો એટલા બેદરકાર છે કે પશુઓ બીમાર પડે કે એમનો એક્સિડન્ટ થઈ જાય તો તેમની સારવાર પણ કરાવવામાં રસ નથી.

આ મહાન લોકો ખાવા પીવા માટે પણ ગાય જેવા પ્રાણીઓને ઘરની બહાર મૂકી દે છે. આ પશુઓ પોલીથીન ખાય કે બહારની સડેલી વસ્તુઓ, તેઓ સ્વચ્છ પાણીને બદલે ગંદુ પાણી પીવે એના થી બેશર્મ માલિકો ને કોઈ ફરક પડતો નથી.

ક્યારેક ખતરનાક તડકા કે વરસાદમાં રખડતી વખતે આ પશુઓની તબિયત ખરાબ થઈ જાય એમનો અકસ્માત સર્જાય તો સરકારી એનિમલ હેલ્પલાઈન પણ એમની સારવાર કરવા આ બોલી ને ના પાડી દિયે છે કે આ તો પાલતુ અથવા પ્રાઇવેટ પશુઓ છે.

જો માનવતાને ટેકો આપતી અમુક એનજીઓ તેમની સંભાળ રાખે તો આ પ્રાણીઓ બચી જાય છે, નહીં તો તેઓ તેમના માલિકની રાહ જોતા રસ્તા પર જ મૃત્યુ પામે છે. અને તેમના માલિકો એટલા બેશરમ છે કે તેઓને એના થી પણ કાઈ ફેર પડતો નથી.

તાજેતરમાં જામનગરમાં પુષ્કળ વરસાદી પાણી પડ્યો હતો, અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જામનગર જિલ્લામાં પૂર દરમિયાન 8 લોકોના મોત થયા હતા, પરંતુ જો આપણે ગાય જેવા પ્રાણીઓની વાત કરે તો તેમના મૃત્યુઆંક 500 થી વધુ છે. પણ કોઈને એનાથી ફેર પડતો નથી.

મૃત્યુ પામેલા મોટાભાગના પ્રાણીઓ ખાનગી માલિકોની માલિકીની પાળેલા ગાય અને વાછરડા હતા. તેઓને તેમના માલિકોએ વરસાદમાં બહાર ભટકવા માટે છોડી દીધા હતા. ગાય જેવા આ પ્રાણીઓ તાવ અને અન્ય બિમારીઓને કારણે પોતાનો જીવ ખોવી નાખ્યા છે પરંતુ તેમના માલિકોને એનાથી પણ કાંઈ ફેર પડતો નથી.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને રસ્તાઓની ઉપર, અનેકો પશુઓ ખુલ્લેઆમ રખડતા હોય છે, તેમાંથી 80% થી વધુ પાળેલા ગાય અને તેના વાછરડા હોય છે, જે ટ્રાફિક માટે માથાનો દર્દ હોય છે અને સામાન્ય લોકોનું જીવન પણ જોખમી બનાવે છે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રાણીઓને દૂર કરવા અને નિયંત્રણ કરવા માટે મોટી રકમ ખર્ચ્યા છે અને તેમની સંભાળ રાખવા માટે એક મોટી ટીમ પણ બનાવી છે.

આ સમસ્યાનો પર્મનેન્ટ નિકાલ કરવા માટે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ નીતિ કે કાયદો બનાવતી નથી અને લાગુ માં લાવતી નથી. જો મ્યુનિસિપલ કોર્પોરેશન આવું કંઈક કરે તો તેમના માલિકોને થોડા જવાબદાર બનાવી શકાય અને તેમનામાં થોડી શરમ પણ પેદા કરી શકાય.

હજુ 2 દિવસ પહેલા જ શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં આવેલા તકવાણી ક્લિનિકની સામે સવારે 9 વાગ્યાથી એક ગાય રોડની બાજુમાં તડપી રહી હતી, ત્યાંથી પસાર થતા લોકો તેને જોઈ રહ્યા હતા પરંતુ બપોર સુધી કોઈએ મદદ ન કરી. આ જોઈ ને બે ગ્રામીણો અને એક એનજીઓના લોકો ત્યાં રોકાયા, જેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે સામે રહેતા વ્યક્તિની પાળેલી ગાય છે, જેને તેનો જીવ બચાવવામાં બિલકુલ રસ નથી. માલિકે ગાયને મરવા માટે બહાર છોડી દીધો હતો. જ્યારે તેમના માટે સરકારી એનિમલ હેલ્પલાઈન 1962 પર કોલ કરવામાં આવ્યો, તે કહ્યું કે તેમની દિવસની કેપેસિટી 14 પશુઓને બચાવવાની જ છે, જે પુરી થઈ ગયી છે. આ પણ કીધું કે આ ગાય પાળતુ છે, તો સરકારી હેલ્પલાઈન તેને બચાવશે નહીં. આ ગાય વરસાદમાં એટલી પલરી હતી કે તે ખતરનાક તાવથી પીડાઈ રહી હતી, તેના શિંગડા પણ આગની જેમ બળી રહ્યા હતા. એનજીઓ અને ગ્રામજનોની મદદથી આ ગાયને બચાવવાના આખા પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ ગાય ને બચાવી ન શક્યા અને બપોર સુધીમાં ગાયનું મોત થઈ ગયું. આ ગાય પાણી પીવા માટે તડપતી હતી જેમ એના મોઢામાં પાણી પડ્યો તે પોતાના શ્વાસ મૂકી દીધા.

હવે આ સમજાતું નથી કે તે ગાયના મૃત્યુ માટે તેનો માલિક જિમ્મેદાર હતો જેણે એવા માસુમ પશુને મરવા માટે રસ્તા પર છોડી દીધું હતું કે સરકારી એનિમલ હેલ્પલાઈન જે વાનગી ગાયના બચાવવા માટે ના પાડી દીધી હતી. કે પછી જામનગરની મ્યુનિસિપલ કોર્પોરેશન જિમ્મેદાર છે જે ફક્ત દેખાવો કરવા માટે પૈસા વાપરતી હોય છે આવા પશુઓ ના મરણથી એમને પણ કાંઈ ફેર પડતો નથી.

error: Content is protected !!