હાલમાં ચૂંટાયેલા લોકસભા સાંસદોએ સંસદના સભ્ય તરીકે શપથ લીધા છે. આ બધામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બંસુરી સ્વરાજના શપથ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે તેની માતાના વારસાને આગળ ધપાવતા, તેણે પણ સંસ્કૃત ભાષામાં જ એમની જ રીતે શપથ લીધા. તેમની માતા સુષ્મા સ્વરાજે પણ 2014માં વિદિશા લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા બાદ સંસદના સભ્યપદ માટે સંસ્કૃતમાં શપથ લીધા હતા.
બાંસુરી સ્વરાજના શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેની માતાની જેમ તેણે પણ ભારતીય સંસ્કૃતિની સૌથી જૂની ભાષા સંસ્કૃતમાં શપથ લીધા હતા. બાંસુરીએ ભાજપની ટિકિટ પર નવી દિલ્હીથી લોકસભા ચૂંટણી જીતી છે.બાંસુરીના શપથ લીધા બાદ શાસક પક્ષના ઘણા સભ્યોએ ‘જય શ્રી રામ’ના સૂત્રોચ્ચાર પણ કર્યા.