ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી કાર્યક્રમ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” તેની રમૂજને બદલે તેના જૂના કલાકારોના એક પછી એક છોડવા માટે વધુ સમાચારમાં રહે છે. શોના ડાયરેક્ટરે જ્યારે ઇચ્છે ત્યારે ડો. હાથી અને સોઢીના પાત્રો બદલી નાખ્યે છે.
આ ફેરફારથી ચેનલને ગંભીર ઝાટકો લાગ્યો જ્યારે શોની ટીઆરપી ઘટવા લાગી અને તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા અને દયાનું પાત્ર ભજવી રહેલી દિશા વાકાણીએ શો મૂકી દીધો.
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સોઢીની પત્ની રોશનનો રોલ કરનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોનાં ડાયરેક્ટર અસિત મોદી પર ગંભીર આરોપ લગાવીને શો છોડી દીધો. આ બદલાવમાં શોના સૌથી લોકપ્રિય અને બાળકોના પ્રિય પાત્ર ટપ્પુને પણ બદલાવવામાં આવ્યો હતો.
આ બધા બદલાવ પાછળ ઘણા કારણો છે. કેટલાક પાત્રો લોકપ્રિયતા પચાવી શક્યા નહોતા અને જ્યારે માંગ પૂરી ન થઈ ત્યારે તેમણે શો છોડી દીધો અને ડિરેક્ટરે તેમની જગીયા બીજા ને રાખી લીધો.
હવે શોના બીજા લોકપ્રિય પાત્ર ગોલીને રિપ્લેસ કરવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ તેનો અભ્યાસ જણાવવામાં આવી રહ્યો છે, પરંતુ સાચું કારણ શું છે તે તો ભગવાન જ જાણે.